ડીસાઃ હાઇવે પર શોર્ટસર્કિટથી કારમાં આગ, જાનહાનિ ટળી
ડીસા-ધાનેરા હાઇવે ઉપર ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે ફાયર ફાઇટર સ્ટાફે ભારે જહેમતને અંતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાહનચાલકો સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, ગાડીમાં ડ્રાઇવર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
બનાસકાંઠા જીલ્લાના ડીસા-ધાનેરા હાઇવે ઉપર આજે બપોરે ગાડીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. જોકે આગની ઘટના દરમ્યાન ડ્રાઇવર સહિતના કારમાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને લઇ ફાયર ફાઇટર સ્ટાફે ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.