ડીસાઃ નમાજ પઢતા ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા 570

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં નમાજ પઢતા ૨૫ ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. ગવાડી વિસ્તરમાં આવેલ મસ્જિદ માં રાત્રીના ૦૨ વાગ્યે ૨૫ જેટલા લોકોને ભેગા કરી નમાજ પઢાઈ કરતા પકડાયા હતા. સમગ્ર મામલે પોલીસે આ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગતમોડી રાત્રે ૨૫ લોકો નમાજ પઢતા હોય તમામની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. નોંધનીય છે કે, કોરોનાની મહામારી દરમિયાન સાંજે ૦૭ થી સવારે ૦૭ સુધી કરફ્યુ લાદવામાં આવેલ છે. તેમ છતાં મોડી રાત્રે નમાજ પઢતા મસ્જિદનાં મોલવી ફિરોજભાઈ ઈસ્માઈલભાઈ સહિત ૨૦-૨૫ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.