
જગાણા પાસે ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવનાર આરોપીને સાત વર્ષની કેદ
રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુર તાલુકાના જગાણા નજીક ૨ વર્ષ અગાઉ ક્રેનના ડ્રાઇવર પર ચાકુ વડે હુમલો કરી લુંટ ચલાવનાર સિધ્ધપુર તાલુકાના ગણવાડા ગામના શખસને પાલનપુરની કોર્ટે ૭ વર્ષની સખત કેદની સજા અને ૧૦ હાજર રુપિયાનો દંડ ફટકર્યો છે.
બે વર્ષ પૂર્વે જગાણા નજીક ક્રેઇન ડ્રાઇવર મહમદરજા સુલતાનઅહેમદ શેખ જામનગરથી ક્રેઇન લઇ પાલનપુર તરફ આવી રહયા હતા. ત્યારે સાંજના સમયે ક્રેઇનમાં ડિઝલ ખતમ થઇ જતાં ક્રેઇન ડ્રાઇવર જગાણા નજીક ક્રેઇન ને પાર્ક કરી સુઇ ગયો હતો. તે સમયે ૨ અજાણ્યા માણસોએ ક્રેઇનની અંદર આવી ક્રેઇન ડ્રાઇવરને માર મારી ચાકુ વડે હુમલો કરી રોકડ રકમ સહિત ૧૬,૨૦૦ ની લુંટ ચલાવી હતી.
જે અંગે ક્રેઇન ડ્રાઇવરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિુયાદ નોંધાવતા પોલીસે સિધ્ધપુર તાલુકાના ગણવાડા ગામના શરીફ નાગોદર હયાત સિંધી (ડફેર) ની ધરપકડ કરી હતી.જે અંગેનો કેસ બીજા એડીશનલ ચિફ ન્યાયાધીશ ગૌરવકુમાર દરજીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વી.આર.પટેલ અને બી.ડી.દેસાઇની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીને ૭ વર્ષની સખત કેદ અને ૧૦ હજારનો દંડ ફટકર્યો હતો.