છાપી હાઇવે ઉપર મકાનમાં ઘુસી વૃધ્ધને છરી બતાવી એક લાખની માંગ કરતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા 9

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર રવિવાર સવારે એક સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીના મકાનને નિશાન બનાવી  એક યુવક મકાનમાં  ઘુસી વૃદ્ધને છરી બતાવી રૂ. એક લાખ ત્રીસ હાજરીની માંગણી કરી હતી. જોકે રૂપિયા ન આપતા વૃદ્ધના હાથમાં છરીના ઘા મારી ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો તસ્કરીની નવીનવી તરકીબો અજમાવી રહયા છે અને તેમાં સફળ પણ થઈ રહયા છે જ્યારે પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા ફજલભાઈ હાજીઅમીભાઈ મેમણ ઘરમાં એકલા હતા તે દરમિયાન રવિવાર સવારે સાત વાગ્યાના સુમારે એક અંદાજીત વીસથી પચ્ચીસ વર્ષનો યુવક પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી વૃદ્ધને છરી બતાવી મોઢા ઉપર જેકેટથી દબાવી પોતાની માતા બીમાર હોવાનું જણાવી રૂ.એક લાખ ત્રીસ હજારની માંગણી કરી હતી. જોકેરૂપિયા ન હોવાનું કહેતા ઇસમે વૃદ્ધના હાથમાં છરી મારી લોહી લુહાન કરી દીધા હતા. જોકે બાદમાં યુવકે વૃદ્ધ  ઉપર દયા ખાઈ હળદરનો લેપ કરી ફરાર થઇ ગયો હોવાનું પીડિતે જણાવ્યું હતું. જોકે આ ઘટના ની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને યુવક ની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન પીડિત વૃદ્ધ દ્રારા છાપી પોલીસ મથકે લેખિત ફરિયાદ નોધાવી હતી. ફરિયાદને લઈ છાપી પીએસઆઈ એલ.પી.રાણાએ તપાસનો ધમધમાટ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આ તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.જોકે વહેલી સવારે વૃદ્ધના મકાનને નિશાન બનાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.