આત્મનિર્ભર સહાય યોજનામાં લાખની લોનમાં લોકો અટવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા 187

રખેવાળ ન્યુઝ દિયોદર : રાજ્ય સરકારની જાહેરાતના પગલે શ્રમીક મધ્યમવર્ગના વ્યÂક્તઓ નાના દુકાનદારોને બેઝીક ડોક્યુમેન્ટથી રૂ.૧,૦૦, ૦૦૦/-ની લોન બે ટકાના દરે આપવાની વાતો થી તા.ર૧ થી લોન લેનારા લોકો બેંકો, મંડળીઓના પગથીયા ઘસી રહ્યા છે.
સૌ પ્રથમ સરકાર દ્વારા રૂ.એક લાખની લોન બે ટકાના દરે આપવાની જાહેરાત કરેલ. જેમાં લોન ધારકોને ૮ ટકાના દરે લોન મળશે. જેમાં તેનો હપ્તો નિયમિત ભરાશે તો સરકાર દ્વારા ૬ ટકા રાહત અપાશે. જા નિયમિત હપ્તો ન ભરાય તો ૬ ટકા વ્યાજ જે સરકાર પછી આપવાની નથી તો કોણ ભરે ? અને બોજા વગરની લોન છે તો વસુલ કઈ રીતે કરવા જેવા અનેક પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. જાકે સરકારે આમાં ફેરફાર કર્યો છે.
હાલે બેંકો અને સરકારના સંકલનમાં અભાવ જાણે કે વર્તાઈ રહ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં ફોર્મ માટે લોકો રવડી રહ્યા છે. હજુ કઈ બેંક કે મંડળી લોન આપશે તે પણ નક્કી હોય તેવું દેખાતું નથી. તેમાંય સરકારના સહકાર વિભાગ દ્વારા ન્યુઝ પેપરમાં જાહેરાત થઈ બેંકો કે મંડળીએ એ તેમના સ્વ. ભંડોળ માંથી લોન આપવાની છે. બેંકો તો આપી શકે પણ ક્રેડીટ સોસાયટીઓ કઈરીતે આપી શકે તેમની પાસે આવું ભંડોળ પણ ન હોય તે પણ ૮ ટકાના દરે કોઈ બોજા વગરની ?
બીજી સરકાર દ્વારા જાહેરાત થઈ કે લોન લેનાર વ્યક્ત નિયમિત રીતે સમય મર્યાદામાં લોનની રકમ પરત કરશે તે ચકાસવાની જવાબદારી બેંકો સોસાયટીની રહેશે. અને પરત કરવાની ક્ષમતા ચકાસીને જ યોગ્ય લાગે તેવી વ્યÂક્તઓને લોન આપશે. જેના પગલે કઈ બેંક કે સોસાયટી આનું જાખમ લેશે ?
આમ લોનના ભંડોળનો કોઈજ ઉલ્લેખ ન હોઈ સંસ્થાઓ પણ આંખ મીંચામણાં કરી રહી છે. અને અરજદારો અટવાઈ રહ્યા છે. જિલ્લાની મહત્વની બેંક બનાસબેંક દ્વારા પણ હજુ સુધી ફોર્મ વહેંચણી શરૂ કરાઈ નથી. તેમનો પણ જવાબ એકજ છે બોર્ડની મીટીંગ મળી નથી મીટીંગ થશે બાદમાં ખબર પડે. આમ બનાસકાંઠા જીલ્લા માં તો રૂ.૧લાખની લોન માટે તો અરજદારો અત્યારે અટવાયા સિવાય કોઈ આશા દેખાતી નથી. રૂ.એક લાખની લોનમાં દીવસ ઉગેને નીત નવા પરિપત્રો આવી રહ્યા છે. આખરે આ લોનનું થશે શું ? ખરેખર જરૂરીયાત મંદ લાભાર્થીઓને લોન મળશે ખરા ? કે સરકાર દ્વારા અગાઉ સબસીડી વાળી જાહેર થયેલ પશુપાલન ભેંસો માટેની ત્રણ લાખની લોન ની માફક અનુકુળતા વાળા જરૂરીયાત હતી કે ન હતી લાભ લઈ ગયા સામાન્ય પ્રજા આજે પણ આના લાભ થી વંચીત છે.
સરકાર દ્વારા આવડી મોટી યોજના બહાર મુકતાં પહેલાં આના સહકારના નિષ્ણાતો સાથે વિચાર વિમર્શ નહીં કર્યો હોય ? કે પછી કેટલાક હોદેદારો માત્ર પ્રસિÂધ્ધ ખાતર કે પછી સરકારને નીચું દેખાડવા માટે નો પ્રયાસ હશે કે શું ? તે ચર્ચાસ્પદ બનવા પામેલ છે.
સરકાર દ્વારા તા.૧પના રોજ જાહેરાત થાય તા.ર૧ થી ફોર્મ વિતરણની જાહેરાત થાય છ-છ દિવસ વચ્ચે હોવા છતાં સામાન્ય ચારપેજનું ફોર્મ ન છપાઈ શક્યું. કે પછી આની પાછળ કોઈ રમત હશે ? અત્યારે તો પ્રજા ગરમીમાં..લોકડાઉનમાં ફોર્મ માટે ભટકી રહી છે..ત્યારે લોન માટે કયા કયા નિયમો અમલમાં આવ્યા…શું પરિપત્ર થયા..સૌ તેમાં અટવાયા છે. તો આખરે કોની દશા ખરાબ..મંડળીઓ કે બેંકોને સોશવાનું આવે ? જેના ફળ સ્વરૂપ આ લાખની લોન જરૂરીયાત મંદોને લબડાવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.