
અમીરગઢના લક્ષ્મીટપુરા નજીક હીટ એન્ડ રન : બે બાળકોને કારે ટક્કર મારતા એકનું કરૂણ મોત
અમીરગઢના લક્ષ્મીટપુરા નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારી હતી. જેમાં બાળકીનું મોત થયુ હતુ. જ્યારે બાળક ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કાર ચાલક ટક્કર મારી ફરાર થઇ જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.