
અમીરગઢઃ પરિવારના ૭ સભ્યોને ખોરાકી ઝેરની અસર, સારવાર હેઠળ
અમીરગઢ તાલુકાના ગામે ગત મોડીરાત્રે એક જ પરિવારના 7 સભ્યોને ખોરાકી ઝેરીની અસર થઇ છે. તમામને તાત્કાલિક અસરથી સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે બાળકોને વધુ અસર જણાતાં વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે એક જ પરિવારના 7 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઇ છે. ગત મોડીરાત્રે દાળબાટીનું ભોજન કર્યા બાદ ઉલટી થઇ હતી. જેને લઇ તમામને તાત્કાલિક અસરથી અમીરગઢ સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડાભેલાના તગુસિંહ ડાભી સહિત પુત્ર, પુત્રવધુ અને પૌત્રીઓને ફૂડપોઇઝનિંગની અસર થઇ છે. જેમાં બે બાળકોને ખોરાકી ઝેરની વધુ અસર થતાં પાલનપુર રીફર કરવામાં આવ્યા છે.