
માના દર્શન કરી અરવલ્લી પરત ફરતાં આધેડને ટ્રેક્ટરમાં બેઠા ઝોકું આવતા નીચે પટકાતા મોત નીપજ્યું
હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે પદયાત્રીઓ પદયાત્રા કરી માના દર્શન કરી પરત ફરી રહ્યા છે. અરવલ્લીના આવા જ એક અંબાજીથી ટ્રેક્ટરમાં પરત આવતા પદયાત્રીનું ટ્રેક્ટરમાંથી પટકાતા મોત નીપજ્યું છે.
હાલ અંબાજી ખાતે ભાદરવી પનમનો મેળો ચાલી રહ્યો છે. શ્રદ્ધાળુઓ પદયાત્રા સંઘ લઈ માતાજીને શિશ જુકાવવા જતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુરથી પણ શ્રદ્ધાળુઓ સંઘ લઈને અંબાજી ગયા હતા. જેઓ આજે સવારે દર્શન કરી ટ્રેક્ટરમાં બેસી પોતાના વતન જીતપુર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોડાસાના ઇસરોલ પાસે ટ્રેક્ટરમાં સવાર સોમભાઈ મણા માલિવાડ નામના 55 વર્ષીય આધેડ અંબાજી ચાલતા જવાના થાકને લઈ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ઝોકું આવી જતા રોડ પર પટકાયા હતા. જ્યાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ અન્ય પદયાત્રીઓ સહિત લોકો એકઠા થયા હતા. મોડાસા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.