
વિશ્વકર્મા દાદાની છબીને રથમાં બિરાજમાન કરી સંગીતના તાલે શોભાયાત્રા કાઢી
હાલ ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે ત્યારે, દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય પણ તહેવારોની અનોખી ઉજવણી કરાય છે. મોડાસા શહેરમાં વરસતા વરસાદમાં વિશ્વકર્મા પૂજા દિવસની ઉજવણી કરાઈ હતી.
આજે વિશ્વકર્મા પૂજા દિવસ છે ત્યારે, મોડાસા શહેરમાં રહેતા વિશ્વકર્માના અનુયાયીઓ કાળિયા, પંચાલ, સુથાર, પ્રજાપતિ કારીગરી વર્ગ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી. ખાસ આજે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વરસતા વરસાદે વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્ખામાં મહિલાઓ ડી.જે. ના તાલે વરસતા વરસાદમાં નાચી અને ઝૂમી ઉઠી હતી. આમ વરસતા વરસાદે પણ વિશ્વકર્મા દાદાની ઉજવણી કરાઈ હતી.