
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
છેલ્લા એક માસથી રિસાયેલા મેઘરાજાને જાણે ખેડૂતો અને મૂંગા પશુઓની દયા આવી હોય એમ આજે મન મૂકીને વરસ્યા છે.આજે સવારે અને બપોર સુધી જિલ્લામાં અવિરત વરસાદ ખાબક્યો છે. જિલ્લાના બાયડ અને ધનસુરા તાલુકામાં 24 કલાકમાં લગભગ 7 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મોડાસા શહેરના બસ સ્ટેશનમાં પાણી ભરાયા છે.
મોડાસા માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા છે. મોડાસા ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.