
ભિલોડામાં દુકાનમાંથી રૂ1.30 લાખની મત્તાની ચોરી કરનાર બે સગીર ઝડપાયા
ભિલોડા શામળાજી રોડ પર સાબરકાંઠા બેન્ક આગળ માર્કેટમાં કબીર વર્લ્ડ મોબાઈલ નામની દુકાનમાં મધ્ય રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. દુકાનના શટરના તાળાં તોડી દુકાનમાં ઘૂસી મોબાઈલ સહિત એસેસરીઝનો માલસામાન વેરવિખેર કરીને તોડફોડ કરીને તસ્કરોએ અલગ-અલગ કંપનીના મોબાઇલ નંગ-10 ,એક સ્માર્ટ વોચ, નેકબેન્ડ નંગ -02, પાવર બેંક નંગ-04 સહિત મોબાઈલ એસેસરીઝ , ચાર્જર નંગ-02 સહિત વિવિધ ચીજ વસ્તુઓની કિંમત રૂ.1,09,535/ અને કાઉન્ટર ના ડ્રોવરમાં રૂ.20800/- રોકડા મળી કુલ મુદ્દામાલ રૂ.130335/- ની મત્તાની ચોરી કરી ફરાર થઇ જતાં વહેલી સવારે પોલીસને મોબાઈલ ચોરીની ખબર મળતાં ગણતરીના કલાકોમાં બે સગીર ચોરોને પકડી માલસામાન રિકવર કર્યો હતો.