મોડાસા શહેરમાંથી બાઇક ચોરનારા બે ચોર પકડાયા

અરવલ્લી
અરવલ્લી

મોડાસામાં બે માસ અગાઉ બાઇકચોરીના કેસમાં પકડાયેલ આરોપીઓની પોલીસે પૂછપરછ કરતાં અન્ય બાઇકની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે વધુ એક ચોરીના ગુનામાં અમદાવાદના બે શખ્સોને જેલ હવાલે કર્યા હતા.

મોડાસાની કાર્તિકેય સોસાયટી માલપુર રોડ પરથી બાઇક નં. GJ AL 2689 ની તા. 6 ઓગસ્ટે ચોરી થતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં અમદાવાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં 2 આરોપીઓ પકડાતાં આરોપીઓને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર વોરંટથી મોડાસા લાવી પૂછપરછ કરતાં મોડાસામાં માલપુર રોડ પરની કેનેરા બેન્ક આગળ પાર્ક કરેલ બાઇક નં. GJ09 CH 4917 ની ચોરીની કબૂલાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.