
સુનસર ગામે આવેલા ડુંગર પરથી વહેતો ધોધનો નજારો માણવા સહેલાણીઓ ઉમટ્યા
ચોમાસામાં વરસાદ બાદ અનેક કુદરતી વિરાસતો આહલાદક જોવા મળતી હોય છે. ત્યારે ભિલોડાના સુનસર ગામે આવેલા ડુંગર પરથી વહેતો ધોધનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ઘોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. સુનસર ગામે આવેલા ડુંગર પરથી વહેતો ધોધ વધુ એક વખત જીવંત બન્યો છે. સુનસર ગામે આવેલા ધરતી માતાના મંદિર પાસે આ કુદરતી ઘોધ વહી રહ્યો છે. ધોધનો નજારો માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને કુદરતી ધોધનો નજારો માણીને ધન્ય થતા હોય છે. વર્ષોથી આ ધોધને મીની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.