
માલપુરના અણિયોર ગામે ઇલેક્ટ્રિકની દુકાનમાં 1.80 લાખના મુદ્દામાલની ચોરી
અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ જાણે અડ્ડો જમાવી દિધો હોય એમ દરરોજ જિલ્લાના અલગ અલગ ગાંમોમાં ખૂબ જ સક્રિય બન્યા છે. અલગ અલગ વિસ્તારોમાં લાખોની લૂંટ ધાડ અને ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે વધુ એક ઘટના માલપુરના અણિયોરમાં બનવા પામી છે.
માલપુરના અણિયોર ગામમાં ઉભરાણ રોડ પર આવેલા એક ઇલેક્ટ્રિક સ્ટોર્સમાં ગઈરાતે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જાહેર મુખ્ય માર્ગ પર આવેલી આ ઇલેક્ટ્રિક સ્ટોર્સમાં ચોર ચોરી કરવામાં સફળ થયા હતા. સવારે દુકાન માલિકે આવીને જોયું ત્યારે ખબર પડી કે દુકાનનું તાળું તૂટેલી હાલતમાં બાજુમાં પડ્યું હતું. દુકાનની અંદર રહેલા માલસામાન સહિત 1.80 લાખના મુદ્દામાલ તસ્કરો લૂંટી ગયા હતા. અણિયોરના ઉભરાણ રોડ 24 કલાક ધમધમતો રોડ છે છતાં તસ્કરો સફળ રહે છે. ભૂતકાળમાં થયેલી તસ્કરી પણ ઉકેલાયા વગરની છે. ત્યારે પોલીસ માટે પણ આવી ઘટના પડકાર રૂપ છે. ત્યારે આવી સમસ્યા નિવારવા માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા ગ્રામજનોની માગ છે.