અરવલ્લીમાં માલપુરનગરના બસ સ્ટેશન સામે આવેલી દુકાનોમાં ચોરી
અરવલ્લી જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં તસ્કરીની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાંથી ઘણા બધા ચોરીના ગુનાઓ ઉકેલવાના બાકી છે. ત્યારે માલપુરનગરમાં પણ તસ્કરીની ઘટના સામે આવી છે.
માલપુરનગરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં ગઈ મોડી રાત્રે વેઓરીઓ પોતાની દુકાનો બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ મધ્યરાત્રિના સમયે કેટલાક તસ્કરોએ અલગ અલગ દુકાનોના તાળા તોડ્યા હતા. આમ તો પોલીસ સ્ટેશનથી 300 મીટર વિસ્તારમાં આવેલી કરિયાણા સ્ટોર્સ, ફાયનાન્સ પેઢી, મેડિકલ, પ્રોવિઝન સ્ટોર્સ તેમજ ઇલેક્ટ્રિક સ્ટોર્સના ગોડાઉનના તાળા તોડ્યા હતા.
આજે સવારે જ્યારે દુકાનદારો દુકાને પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના અંગે જાણ થતાં ભોગ બનનાર વેપારીઓએ માલપુર પોલીસને જાણ કરી હતી માલપુર પોલીસ સમગ્ર ઘટના અંગે ફરિયાદની તજવીજ હાથ ધરી છે, પરંતુ જાહેર વિસ્તારમાં બનતી તસ્કરીની ઘટનાઓ રોકવા માટે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ સઘન બને એ જરૂરી છે. ત્યારે પોલીસ માટે પડકાર જનક તસ્કરીની ઘટનાથી અન્ય વેઓરીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.