ધનસુરાના અમરાપુર ગામે વરસાદી પાણી આવી જતાં નદી ક્રોસ કરવા જતાં શ્રમિક પાણીના પ્રવાહમાં તાણાયો
ધનસુરા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. ધનસુરા ગામ પાસે આવેલા અમરાપુર ગામે નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. એક યુવક નદી ક્રોસ કરવા જતાં તાણાયો હતો. આસપાસના લોકોએ બુમાબુમ કરી પણ પાણીનો વેગ પુષ્કળ હતો. જેથી તાત્કાલિક કોઈ બચાવમાં આવી શક્યું નહીં. સમગ્ર ઘટનાને લઈ મોડાસા ફાયર વિભાગ ઘટના સ્થળે બોટ સાથે પહોચ્યું અને બોટ દ્વારા તાણાયેલ યુવકની શોધખોળ હાથ ધરી છે.