
મોડાસાના ચારણવાડા ગામે એક મકાનના રસોડામાં ઘટના બની
કોઈપણ આવશ્યક વપરાશના સાધન હોય એની સમયાંતરે મરામત કરાવવી જરૂરી હોય છે અને જો મરામત ના કરાય તો ક્યારેક અકસ્માત કે દુર્ઘટના થવાનો સંભવ રહે છે.
મોડાસાના ચારણવાડા ( જામાપુર ) ગામે રહેતા લાલસિંહ મગનસિંહના ઘરે રસોડામાં તેમના પત્ની રસોઈ કરતા હતા. તે સમયે ગેસ સિલિન્ડરમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી. આગ વધુ પ્રસરે એ પહેલાં રસોડામાંથી સાહસ કરીને ગેસ સિલિન્ડર બહાર ખેંચી લઈ મોડાસા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે તરત જ ઘટનાસ્થળે જઇ આગને કાબૂમાં લીધી હતી. મોડાસા પાલિકા ફાયર વિભાગની કુશળ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ સિલિન્ડરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.