જિલ્લામાં દિવસના પાલટાયેલા વાતાવરણ બાદ રાત્રે કમોસમી વરસાદ પડ્યો, મોડાસાના ટીંટોઇ, દધાલિયા, શામળાજી અને મેઘરજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

અરવલ્લી
અરવલ્લી

હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. તે મુજબ સમગ્ર જિલ્લામાં આજે વાતાવરણ પાલટાયેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગે બે દિવસ સુધી અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. તે મુજબ રાત્રીના સમયે મોડાસા પંથકમાં ભારે કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે ગાજવીજ સાથે ખબકેલા વરસાદના કારણે ખેડૂતોને ખેતીપાકમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ગત સપ્તાહે ખબકેલા વરસાદથી ઘઉં, મકાઈ, ચણાના પાકનો સોથ વળી ગયેલો જોવા મળ્યો છે.

મોડાસાના દઘાલીયા, વરથું, મરડીયા, ટીંટોઇ, યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદ ખાબક્યો છે. ત્યારે આ તમામ વિસ્તારોમાં જે થોડું ઘણું ધાન્ય ઉપજવાની ગણતરી હતી તે ખોટી સાબિત થઇ છે. ત્યારે વધુ એક વખત ખેડૂતોને રાતાં પાણી રોવાનો વારો આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.