
શામળાજીના રૂદરડી ગામની સિમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ મોતની ઘટનાઓ વધતી ગઈ છે. ત્યારે આજે શામળાજી પાસે રૂદરડી ગામે એક પુરુષનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.
શામળાજી પાસે આવેલા રૂદરડી ગામે ગામની સિમમાં આવેલ એક ઝાડ પર એક પુરુષનો મૃતદેહ લટકતી હલાતમાં એક ગ્રામજનને નજરે પડ્યો હતો. જેથી બીજા અન્ય ગ્રામજનો સહિત લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે આવેલા ગ્રામજનોએ મૃતદેહ જોતા કોઈ અજાણ્યો ઈસમ હોય એવું જણાયું હતું અને શામળાજી પોલીસને ઘટના અંગે જાણ કરતા શામળાજી પોલીસ ઘટના સ્થળે સ્ટાફ સાથે પહોંચી હતી. મૃતદેહનું પંચનામું કરી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતક પુરુષના વ્હાલી વારસો અંગે તપાસ શરૂ કરી છે. લટકતી હાલતમાં મળેલ મૃતદેહ અંગે હત્યા કે આત્મહત્યા સમગ્ર બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.