
ભિલોડા તાલુકા પંચાયત દ્વારા વિકાસ માટે ફળવાતી ગ્રાન્ટ ટીડીઓએ કમિશન લઈ માનીતા સદસ્યોને ફાળવીના આક્ષેપ સાથે કોંગ્રેસે ધરણાં કર્યા હતા
ભિલોડા તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના કોંગી સદસ્યો દ્વારા આજે સૂત્રોચ્ચાર કરીને ભિલોડા તાલુકા પંચાયત આગળ ધરણાં કરવામાં આવ્યા છે. ચૂંટાયેલા સદસ્યોએ એવો આક્ષેપ કર્યો છે કે, ભિલોડા ટીડીઓ દ્વારા વિકાસના કામની ગ્રાન્ટમાં કમિશન લઈને માનીતા અને ભાજપના સદસ્યોને ફાળવી આપવામાં આવે છે. જ્યારે બીજા સદસ્યોને ગ્રાન્ટ ફળવાતી નથી.
સદસ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ટીડીઓ દ્વારા કમિશન લેવામાં આવે છે અને વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવે છે. જેના કારણે મતદારોના વિસ્તારનો વિકાસ ખોરંભે ચડ્યો છે. જેથી તમામ સદસ્યોને એક સરખી ગ્રાન્ટ ફળવાય એવી માગ કરી છે.
જો કે ભિલોડા ટીડીઓ દ્વારા તમામ કોંગી સદસ્યોના આક્ષેપોનું ખંડન કર્યું હતું અને તમામને એક સરખી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. કોંગી સદસ્યોના ધરણાંને લઈ ભિલોડા પોલીસ ભિલોડા તાલુકા પંચાયત પહોંચી હતી અને સૂત્રોચ્ચાર કરતા સદસ્યોની અટકાયત કરી હતી.