માલપુર રોડ પર ગટર લાઇનમાં અચાનક જ ભુવો પડતા કાર ધડાકભેર ભુવામાં ખાબકી

અરવલ્લી
અરવલ્લી

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીની લાઇન અથવા ગટર લાઇનના કામકાજમાં નબળી કામગીરી કરાતી હોય છે. જેના કારણે જાહેર રસ્તા પર ખાડા કે મસ મોટા ભુવા પડતા હોય છે. જેના ભોગ નિર્દોષ પ્રજાને બનવું પડતું હોય છે.

મોડાસા નગરના માલપુર રોડ પર આઈટીઆઈ પાસે એક કાર પસાર થતી હતી. એવામાં એકાએક કારનું આગલું ટાયર રોડની નીચે પસાર થતી ગટર લાઇનમાં ઉતરી પડ્યું હતુ. ચાલુ કારમાં આવી ઘટનાથી કારમાં સવાર મુસાફરોના જીવ પણ તાળવે ચોટ્યા હતા. એકાએક મોટા જાટકા સાથે તમામ કારમાં જ અથડાયા હતા.

જોકે આસપાસના લોકો આઈટીઆઈના વિદ્યાર્થીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી કારને ખાડામાંથી બહાર કાઢી હતી. કારને બહાર કાઢ્યા બાદ જોયું તો અંદરથી લગભગ 10 ફૂટ ઊંડો ભુવો હતો. સદનસીબે રોડની ઉપરની બાજુથી ફક્ત ટાયર ઉતરે એટલો જ ભાગ તૂટ્યો જો વધારે ભાગ તૂટ્યો હોત તો મોટી હોનારત સર્જાઈ શકે એમ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.