
શામળાજી શીતકેન્દ્ર પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો ને અકસ્માત થયો
યાત્રાધામ શામળાજી હિંમતનગર માર્ગ એ નેશનલ હાઇવે પસાર થાય છે. ત્યારે આશ્રમ ચાર રસ્તા પાસે આજે એક કાર ચાલક કાર લઈને સાબરડેરી શીત કેન્દ્ર પાસેથી પસાર થતો હતો. એવામાં એકા એક કાર ડ્રાઇવરે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સાબર શીત કેન્દ્રની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સીધી શીત કેન્દ્રમાં ઘૂસી હતી.
જોકે શીત કેન્દ્રમાં એ સમયે અંદર કોઈ કર્મચારી હતા નહીં, જેથી શીત કેન્દ્ર મેનેજમેન્ટ અને અન્ય કર્મચારીઓનો સદનસીબે બચાવ થતા રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ કારમાં ખુલ્લેઆમ દારૂની બોટલો પણ મળી આવી છે. ત્યારે કાર ચાલક બાબતે અનેક શંકા કુશંકા થવા લાગી છે. ત્યારે શામળાજી પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે એ જોવું રહ્યું.