એલઆરડી પરીક્ષાની તૈયારી કરતા યુવકની ઘર નજીક ઝાડ પરથી લાશ મળી

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જીલ્લામાં બે જુદા-જુદા સ્થળોએ લટકતી લાશો મળી આવતા ભારે ચકચાર મચી છે મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના અને પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવકની લાશ ઘર નજીક ઝાડ પરથી લાશ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અન્ય એક બનાવમાં માલપુર તાલુકાના અંબાવા ગામ નજીક બે સંતાનોની માતાની ગામના ડુંગર નજીક ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બંને સ્થળે પોલીસ પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બંને મૃતકની હત્યા કે આત્મહત્યા સહીત તરહ તરહની ચર્ચાએ જાેર પકડ્યું છે . મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના રાકેશ ભાથીભાઈ નામનો યુવક તાજેતરમાં રાજ્ય સરકારે બહાર પાડેલી પોલીસની ભરતીની તાડામાર તૈયારીઓ કરતો હતો ગત સાંજે દોડની તૈયારી કરવા ઘરેથી નીકળ્યા પછી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી ત્યારે આજે ઘર નજીક આવેલા ઝાડ પરથી મૃતક યુવકની લાશ લટકતી હોવાનું જાેવા મળતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા યુવકે આત્મહત્યા કરી કે હત્યા તે અંગે રહસ્ય ઘેરાયું છે યુવકની લટકતી લાશ મળી આવતા મેઘરજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અન્ય એક બનાવમાં માલપુર તાલુકાના અંબાવા ગામ નજીક ડુંગર પરથી ૩૦ વર્ષીય બે સંતાનોની માતાની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી મૃતક મહિલાના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું આ અંગે માલ
પુર પોલીસને જાણ કરતા તાબડ્‌તોડ ઘટના સ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.