અરવલ્લી જિલ્લા છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો આરોપી સુરતના કોસંબાથી ઝડપાયો
અરવલ્લી જિલ્લા એસઓજીએ છેલ્લા 14 વર્ષથી મારામારીના ગુનામાં નાસતો ફરતો મોડાસા રૂરલ પોલીસના વોન્ટેડ આરોપીને બાતમીના આધારે સુરતના કોસંબા થી ઝડપી પાડી રૂરલ પોલીસના હવાલે કર્યો હતો.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો આરોપી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે રહેતો હોવાની એસઓજીના દોલત સિંહને બાતમી મળતા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિરીટકુમાર અને ખુમાનસિંહ કોસંબા ખાતે પહોંચી ભુપતભાઈ દેવજીભાઈ લુહાર 47 રહે.માલપુરને ઝડપી પાડીને પાડ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2007માં મારામારીનો ગુનો આચરી નાસતો ફરતો આરોપી ઝડપાયા હતા તેને રૂરલ પોલીસને આપ્યો હતો.