પોસ્કોના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જીએ શામળાજી પાસેથી બાતમીના આધારે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોસ્કોના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડીને જેલ હવાલે કર્યો હતો.

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જીની ટીમ ચાર્ટર મુજબ જિલ્લામાં પેટ્રોલિંગ કામગીરી હાથ ધરી હતી. એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ કિરીટકુમાર સવજીભાઈને બાતમી મળી હતી કે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોસ્કોના ગુનામાં સંડોવાયેલો અને પોલીસને થાપ આપી છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો આરોપી નિલેશકુમાર બાલુભાઇ નિનામા રહે. જેસિંગપુર કંપા તા. ભિલોડાનો ઉપરોક્ત આરોપી શામળાજી તરફ આવવાનો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.ના સ્ટાફે વોચ ગોઠવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડી ભિલોડા પોલીસના હવાલે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.