
દાહોદના લીમખેડાના સંઘમાં 151 ફૂટના તિરંગાએ આકર્ષણ જમાવ્યું
હિન્દૂ શાસ્ત્રમાં ધાર્મિક તહેવારોની ઉજવણી અનેક રીતે કરતા હોય છે. દરેક ભક્તો પોતાની બધા આખડી માનતા પૂર્ણ કરવા પગે ચાલીને ધાર્મિક સ્થાનો પર જતાં હોય છે અને ધજા પતાકા સહિત પદયાત્રા કાઢતા હોય છે. ત્યારે આજે દાહોદના લીમખેડાથી દિપોરામ ગ્રુપના 151 પદયાત્રીઓ અને 151 ફૂટના તિરંગા સાથેનો સંઘ અરવલ્લીના માલપુરમાં પ્રવેશ્યો હતો.હાલ ભાદરવીનો મેળો ચાલી રહ્યો છે. દૂર દૂરથી પદયાત્રીઓ સંઘ લઈ મા અંબાને શીશ જુકાવવા જતા હોય છે. ત્યારે આજે માલપુરમાં દાહોદના લીમખેડાના સંઘનો અરવલ્લી પ્રવેશ થયો હતો. દિપોરામ ગ્રુપનો સંઘ 151 પદયાત્રીઓ સાથે નીકળ્યો છે. સાથે ખાસ 151 ફૂટનો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
હાલ આઝાદીના અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે ધાર્મિક ભાવના સાથે સાથે રાષ્ટ્ર ભાવનાના પણ દર્શન થયા. આમ અનોખી શ્રદ્ધા સાથે ભવિક ભક્તો ચાલતા ચાલતા અંબાજી પહોંચશે અને મા જગદંબાને શીશ નમાવશે. દરરોજ દાહોદ, ઝાલોદ, દેવગઢ બારીયા, છોટાઉદેપુર, મહીસાગર, સંતરામપુર, લુણાવાડા તરફના હજારો સંઘો ચાલતા રથ અને ધજા લઈને બોલ મારી અંબે જય જય આંબેના નાદ સાથે અંબાજી પદયાત્રા કરીને પસાર થઈ રહ્યા છે અને તમામ ભક્તોમાં અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે.