મેઘરજમાં ST ડેપોમાંથી અચાનક યુવક બસ લઇ ભાગ્યો, 2 વાહનોને અડફેટે લીધા

અરવલ્લી
અરવલ્લી 295

અરવલ્લી જીલ્લાના મેઘરજ ડેપોમાંથી એસટી બસ લઇ યુવક ભાગ્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મેઘરજ ડેપોની એક એસટી બસનો ડ્રાઇવર કુદરતી હાજતે ગયો હતો. આ દરમ્યાન એક યુવકે બસને ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ ડ્રાઇવર સહિતનાને જાણ થતાં તાત્કાલિક યુવકનો પીછો કર્યો હતો. જ્યાં યુવકે અન્ય બે વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે. જોકે આ ઘટનામાં કોઇ જ પ્રકારની જાનહાનિ નહીં સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મેઘરજથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેઘરજ ડેપોમાં એસટી બસનો ચાલક કુદરતી હાજતે ગયા બાદ એક યુવક બસ લઇને ભાગી ગયો હતો. જોકે અન્ય વ્યક્તિઓએ તેનો પીછો કરતાં યુવકે કાબૂ ગુમાવી બે લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં બસ રોડની સાઇડમાં ફસાઇ જતાં યુવકને ઝડપી લેવાયો હતો. સ્થાનિકોનું માનીએ તો યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.