ધો. ૪ માં અભ્યાસ કરતી દિવ્યાંગ રોશનીને કૃત્રિમ પગની સહાય મળી

અરવલ્લી
અરવલ્લી 148

અરવલ્લી,
અરવલ્લીના સમગ્ર શિક્ષા આઈડીવિભાગ દિવ્યાંગ બાળકોને ગામમાં વતન અને શાળામાં વિશિષ્ટ શિક્ષક અને સામાન્ય શાળાના શિક્ષકો દ્વારા શિક્ષણ નું ભાથું પુરું મળે છે.મેઘરજ તાલુકા ના વાણિયાવાડા ધોરણ ચાર માં અભ્યાસ કરતી દિવ્યાંગ દીકરી રોશની એક પગ વગર અને અને પડકાર ઝીલી શિક્ષણ સાથે ઘરકામ પણ કરતી હતી.
જિલ્લા પ્રોજેકટ કો.સ્મિતા બેન ડી પટેલ ના માર્ગદર્શન હેઠળ . શાળા પરિવાર તથા અમારા સહયોગી મૌલિક ચૌધરી સાથે જનસેવા સેતુ મોડાસા ગ્રુપ ના યુવા મિત્રો વંદન રાવલ,હર્ષ રાવલ જેવા સ્વંયસેવકો દ્વારા આજે અમદાવાદની ગેટ બેક નવરંગપુરા સંસ્થા નો સહયોગ મેળવીને દીકરીને નવા પગ સાથે ચાલવાની અને વિકસવાની ઉજળી તક આપી છે આ સાથે સમગ્ર શિક્ષા અભિયાન આઈડી વિભાગના ઉત્સાહી આઈ.ઇ.ડી.કોર્ડીનેટર અમિતભાઈ કવિ દ્વારા સર્જરીથી વંચિત હોય એવા બાળકો માટે સર્જરી વિષયક સર્વેક્ષણ નું કામ હાલ પુરજાેશમાં કાર્યરત છે આવનારા સમયમાં ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે જિલ્લા દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.