અરવલ્લી જિલ્લામાં દારુની પાર્ટી માણનારા બે પોલીસ કર્મીને SPએ કર્યા સસ્પેન્ડ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના કેટલાક પોલીસ કર્મીઓને કારણે બાકીના કર્મચારીઓએ શરમથી માથુ ફરજ બજાવીને પણ ઝુકાવવુ પડી રહ્યુ છે. માત્ર કેટલાક પોલીસ કર્મીઓ તેમના વ્યવહાર અને વર્તનને લઈ અન્ય પોલીસ કર્મીઓને માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યા છે. આવો જ કિસ્સો વધુ એક વાર સામે આવ્યો છે. માલપુર પોલીસના બે કોન્સ્ટેબલ અને બે TRB જવાન દારુની પાર્ટી મનાવતા હતા. આ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા જ SPએ આખરે આકરા પગલા ભર્યા છે.માલપુર પોલીસના બે કોન્સ્ટેબલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે આ વીડિયો બે માસ અગાઉનો હતો અને જે હવે સામે આવતા જ SPએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં બે કોન્સ્ટેબલ દારુ પાર્ટી મનાવતા હતા. તેમની સેવામાં બે TRBના જવાનો હોવાનુ પણ ખુલ્યુ હતુ અને તેમની સાથે અન્ય ખાનગી શખ્શો પણ હતા. પોલીસે હવે આ ખાનગી શખ્શોની હિસ્ટ્રી પણ શોધી લીધી છે.આ પોલીસ કોન્સ્ટેબલોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. જેને લઈ અરવલ્લી પોલીસના અધિકારીઓ અને અન્ય પોલીસ કર્મીઓએ પણ આ સ્થિતિને શરમજનક ગણાવી હતી. વીડિયોને લઈ SPએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસના અહેવાલ બાદ હવે પોલીસ કર્મીઓ સામે પગલા ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે સંદર્ભે બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


જીલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ પાસે વીડિયોની વિગતો પહોંચતા જ તેઓએ માલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણવા જોગ વર્ધી નોંધાવી હતી. જેની ખરાઈ કરીને વીડિયોના શખ્શોની ઓળખ કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં દારુની પાર્ટીમાં ખાનગી શખ્શો સાથે માલપુર પોલીસના કોન્સ્ટેબલ વિક્રમસિંહ અને દોલાભાઈ નામના કર્મીઓ હોવાનુ ખુલ્યુ હતુ. જ્યારે હિંમતસિંહ અને વિજય નામના બે TRB જવાન પણ પાર્ટીમાં સામેલ હતા. TRB જવાનોને પણ હવે ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા છે.આ પહેલા અરવલ્લી SP કચેરીના બિલ્ડીંગમાંથી જ દારુ સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસના અન્ય અધિકારીઓને કેટલાક કોન્સ્ટેબલોની આ હરકતનુ ધ્યાન આવતા જ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ અંગે ઘટનામાં સામેલ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધ્યો હતો.આમ અરવલ્લી પોલીસ દ્વારા એક બાદ એક હવે ભેદ ઉકેલવા માટેના સફળ પ્રયાસો કરવાની દિશામાં છેલ્લા કેટલાક મહિનાઓથી લાગી છે, ત્યાં હવે ફરી એકવાર કેટલાક પોલીસ કર્મીઓના વ્યવહારે ચર્ચા જગાવી છે. જોકે અરવલ્લીમાં પોલીસ અધિક્ષક નવા આવે એટલે આવી હરકતો સામે આવવી જાણે કે પરંપરા બનતી જઈ રહી છે, એ પોલીસ માટે વિચાર માંગે એવી બાબત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.