
મોડાસા ખાતે સિલ્વર કિંગના ગણેશને 15 કિલો ચાંદીના વિવિધ આભુષણો થી શણગાર કરાયો
હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે મોડાસા શહેરમાં સતત 26માં વર્ષે ભારે હર્ષ અને ઉલ્લાસથી રામપાર્ક કા રાજા સિલ્વરકિંગ ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે.મોડાસામાં આવેલ રામપાર્ક કા રાજા સિલ્વર કિંગના ગણેશ પંડાલમમાં 7 ફૂટની ગણપતિ દાદાની પ્રતિમાને 15 કિલોના ચાંદીના વિવિધ આભુષણોના શણગાર સજાવીને ઉલ્લાસભેર સ્થાપના કરી હતી. છેલ્લા 26 વર્ષથી ભવ્ય રીતે ગણેશ ચતૂર્થીની ઉજવણી રામપાર્ક યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સિલ્વર કિંગ નામ આપવાનો હેતુ ગજાનન ભગવાનને દર વર્ષે ચાંદીના મુગટ જેની વિવિધ આભૂષણોથી ગણપતિને ચાંદીના શ્રૃંગાર અને શણગાર કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.
સનાતન ધર્મમાં જેમની સૌપ્રથમ પૂજા થાય છે. તેવા ગરવા ગણેશના જન્મોત્સવ એટલે કે ગણેશ ચતુર્થીના પાવન પર્વની શરૂઆત થઈ છે. જેને લઈને ભક્તોમાં ખુશીનો માહોલ છે. આજથી દસ દિવસ સુધી ધાર્મિક વાતાવરણ જોવા મળશે અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની જશે અને 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો કરીને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. તેવું સિલ્વર કિંગ રામપાર્ક કા રાજા પંડાલના આયોજકોએ જણાવ્યું હતું. રામપાર્કના ભગવાન ગણપતિની મૂર્તિના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પોતાને ભાગ્યશાળી માને છે. એવી પણ માન્યતા છે કે અહીં જે પણ મનોકામનાઓ કરવામાં આવે છે. તે ગણપતિ ગજાનન અવશ્ય પૂરી કરે છે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી રામપાર્ક કા રાજા સિલ્વર કિંગના દર્શન માટે ભક્તો ઉમટી પડે છે.