શ્રવણ સુખધામ સંસ્થા વિહંગનો વિસામો અબોલ જીવ બચાવવા પાણીનાં કુંડા પક્ષીઘર વિતરણ

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : શ્રવણ સુખધામ સંસ્થા વિહંગ નો વિસામો અબોલ જીવ પક્ષી બચાવો ની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમાં પાણીના કુંડા પક્ષી ઘર માટીના બનાવી ને વિતરણ કરી રહ્યા છે માટીના કુંડા અને પક્ષીઘર બનાવડાવી માટીકામ સાથે સંકળાયેલા પ્રજાપતિ પરિવાર ને રોજીરોટી આપવાનું પણ ઉમદા કાર્ય કરે છે આ અભિયાનમાં હિમંતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલ મહાકાળી મંદિરના મહંત ઊદયગીર અને અને જગદીશભાઈ નાઇ જાેડાઈને કુંડા અને પક્ષીમાળાનું વિતરણ મંદિર ખાતે થી કરે છે આ પક્ષી અભિયાને વેગવંતુ બનાવવા માટે ગુજરાત ના નામાંકિત કલાકારો હાસ્ય કલાકાર સાહિત્યકારો અને મોટીવેશનલ સ્પીકરો એ પોતપોતાની આગવી શૈલીમાં વિડિયો બનાવી સમગ્ર વિશ્વમાં સંદેશા આપ્યા છે જેમાં માયાભાઈ આહિર હેમંત ચૌહાણ રશમીતાબેન રબારી વનીતાબેન કીરણ પ્રજાપતિ રાજકોટ હીરજી મેક્સ આહીર કમલેશ પ્રજાપતિ અમીત પ્રજાપતિ જે ડી પ્રજાપતિ શીતલ ઠાકોર સંદિપ જે ડી મોટીવેશનલ સ્પીકર અને સમાજ ના શ્રેષ્ઠીઓ આ કાયૅ માં જાેડાઈ ને આ સેવાકાર્ય ને વટવૃક્ષ બનાવવા જઈ રહ્યાં છે ભરુચના સંગર અનસુયા પ્રજાપતિ એતો પક્ષી બચાવો અભિયાન માટે પોતાની ટી-શર્ટ પર પક્ષી બચાવો નો સંદેશ આપવા ટી શર્ટ ને પિનટ કરાવી એક અનોખો નવો અંદાજ આપી એમનાં રહેણાંક વિસ્તારમાં સંદેશો આપ્યો છે આ કાયૅક્રમ ની નોધ લેવા અને સંસ્થા ને પ્રોત્સાહન આપવા ઉદય વોરા સી સી એફ ગુજરાત રાજ્ય ખાસ ઊપસ્થિત રહયા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.