શામળાજી રતનપુર સરહદ પરથી સ્કોડા કાર સાથે બે આરોપી ઝડપી લેતી શામળાજી પોલીસ

અરવલ્લી
અરવલ્લી 167

અરવલ્લી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતને અડીને આવેલ સરહદો પર થી સતત વિદેશી દારૂ ભરેલા વાહનો પોલીસ દ્વારા ઝડપી લેવામા આવે છે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ શામળાજી રતનપુર સરહદ પરથી શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી શંકાસ્પદ સ્કોડા કાર જેનો નંબર એમ.એચ ૪૬ એક્સ ૨૪૨૫ ને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂ ની બોટલો તથા કોટર નંગ ૭૩૫ જેની કિંમત રૂ ૧.૮૩ ૦૫૦/ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો અને અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા ૩.૮૪.૫૫૦/ ના મુદ્દામાલ સાથે હરિયાણા રાજ્યના બે આરોપીઓ નસીબ કર્મબિર નાયક (રાજપુત) અને સોનુ જગદીશભાઈ નાયક રહે હરિયાણા ને શામળાજી પોલીસ દ્વારા ઝડપી લઇ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શામળાજી પી.એસ.આઈ એ.આર.પટેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી અન્ય બે વોન્ટેડ આરોપીઓ દારૂ ભરી આપનાર તથા વિદેશી દારૂ મંગાવનાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.