શામળાજી પોલીસ દ્વારા ઉદયપુર નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કામગીરી હાથ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ડિસેમ્બરના અંતમાં વર્ષની વિદાયની અને નવા વર્ષની વધામણીના ઉજવણીને ધ્યાને લઇ પરપ્રાંતમાંથી વિદેશી દારૂ અને નશીલા પદાર્થોની ની હેરાફેરી અટકાવવા પગલાં લેવાના ભાગરૂપે શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર વાહન તપાસનો દોર શરૂ કરાયો છે. રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.

રાજ્યમાં 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો સક્રિય બની નશીલા પદાર્થોની અને વિદેશી દારૂની હેરાફેરી કરી ન શકે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાનની સરહદને રસ્તાઓ અને ચેકપોસ્ટ ઉપર પેટ્રોલિંગ કામગીરી સઘન બનાવી છે.

શામળાજી પોલીસ દ્વારા ઉદયપુર નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કામગીરી હાથ ધરી છે જિલ્લા પોલીસે નશીલા પદાર્થો ઘુસાડતા શખ્સો સામે તવાઈ હાથ ધરી બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પહેલા અરવલ્લી પોલીસ સક્રિય બની રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરી પેટ્રોલિંગ કામગીરી સઘન બનાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.