શિવરાજ કંપા ખાતે મહિલાઓ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિવણ તાલીમવર્ગ શરૂ કરાયો

અરવલ્લી
અરવલ્લી 177

અરવલ્લી
અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પોતાના કાર્યક્ષેત્ર મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાના ગામોમાં સ્વ સહાય જૂથના પ્લેટફોર્મ દ્વારા સરકારી વિભાગો સાથે જાેડાઈને મહિલા સશક્તિકરણ કાર્યક્રમને નોંધપાત્ર વેગ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં મેઘરજના વાણિયાવાડ પંચાયત સાથે જાેડાયેલા શિવરાજ કંપાના ચાર અલગ અલગ સ્વ સહાય જૂથની મહિલાઓની માગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી ૩૦ જેટલી બહેનો સાથે એક મહિનાના સમયગાળા માટે શિવણ તાલીમ આયોજન હાથ ધરવામાં આવ્યું, શિવણ તાલીમ વર્ગના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં જી.એલ.પી.સી વિભાગના જિલ્લાના એ.પી.એમ સી નિસર્ગભાઈ તાલીમાર્થી મહિલાઓને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સહભાગી થઈ યોજના વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં તાલુકા લાઈ
વલીહુડ મેનેજર ચંદ્રકાન્તભાઈ
પટેલ પ્રાસંગીક પ્રવચનમાં મહીલાને રોજગારીલક્ષી
પ્રવૃત્તિ માટે કૌશલ્યમાં વધારો કરી આર્થિક રીતે પગભર થવા પર ભાર મુક્યો હતો.શિવણ તાલીમ વર્ગ ઉદ્‌ઘાટન કાર્યક્રમના અંતે તાલીમમાં સહભાગી બહેનોએ મહિના અંતે તાલીમ બાદ સ્વ ર્નિભર બનાવવાના ઉદેશ્યને સાર્થક કરવાના હેતુથી શિવણ માંથી રોજગારી મેળવીને આવક મેળવવાની ખાતરી આપી, ઉદઘાટન કાર્યક્રમમાં સહભાગી થયેલ અધિકારી ગણનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર
કર્યો હતો.તાલીમ વર્ગ ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ સાથે સાથે તાલુકા પંચાયત જી.એલ.પી.સી વિભાગ મેઘરજનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.