બાયડ તાલુકાના દેરોલી ગામના આસપાસના કિનારાના સાત ગામો સંપર્ક વિહોણા
બાયડ તાલુકાના છેવાડે આવેલા દેરોલી-સાઠંબા રોડ પર મહોર નદી પસાર થાય છે. બે દિવસ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે મહોર નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને ઘોડાપુર આવ્યું છે. ડીપ ઉપર લગભગ છથી સાત ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વિદ્યાર્થીઓ પણ એક ગામથી બીજા ગામ જઇ શક્યા નથી. લોકોને પોતાના કામકાજ અર્થે ખેડૂતોને ખેતરોમાં જવા પણ આજ નદીથી પસાર થવું પડે છે. ત્યારે આ સંપર્ક કપાવાના કારણે બંને તરફના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દેરોલી પાસે આવેલી મહોર નદી પર પુલ બને એવી માગ છે.`