
મોડાસાના ગડાદર પાસેથી કતલખાને લઇ જવાતી આઠ ભેંસોને બચાવાઇ
મોડાસાના ગડાદર પાસે પુલ નજીક ટેમ્પોમાં ખીચોખીચ અને મરણતોલ હાલતમાં બાંધેલી કતલખાને લઈ જવાતી 8 નાની મોટી ભેંસો ટીંટોઇ પોલીસે ઝડપી પોલીસે 80હજારની ભેંસોનો કબજે લઈને ભાગી છૂટેલા ટેમ્પોના ચાલક અને અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ટીંટોઈ પોલીસે ગડાદર પુલ પાસેથી પસાર થઈ રહેલા ટેમ્પો 407 નંબર gj 17uu 3114 નો પીછો કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાં તલાશી લેતાં તેમાં ગળાના અને મોઢાના ભાગે રસ્સી વડે મરણતોલ હાલતમાં બાંધેલી નાની મોટી ભેસો નંગ 8 મળી હતી.
પોલીસે ટેમ્પામાં ખીચોખીચ અંદર ઘાસચારો કે પાણીની સુવિધા વગર રાખવામાં આવેલી અને કતલખાને લઈ જવાતી 80હજારની ભેસો 8 અને ટેમ્પો કબજે કર્યો હતો. પોલીસે ભાગી છૂટેલા ટેમ્પોના ચાલક અને અન્ય શખ્સ સામે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે પોલીસે કતલખાને લઈ જવાતી ભેંસોને ઈડર પાંજરાપોળમાં મોકલી આપી હતી.