
બાયડના લીંબ ગામે માઝૂમ નદીમાં તણાયેલા 2 યુવકોનું આબાદ બચાવ :એકનું કરુંણ મોત નિપજ્યું
ચોમાસામાં પાણીની વધુ આવક થવાના કારણે નદીઓમાં નવા નીર આવતા હોય છે. ત્યારે નદી તળાવના આહલાદક દ્રશ્યો જોઈ અને નવ યુવાનો નદીમાં નાહવા માટે જતા હોય છે. પણ નવું પાણી ઊંડું હોવાથી ક્યારેક પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બાયડના લીંબ ગામે ડૂબેલ યુવકનો મૃતદેહ 1.5 કિમી દૂરથી મળી આવ્યો હતો.
બાયડ તાલુકામાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે પાણીની આવક થઈ છે અને નદીઓમાં ભારે પ્રમાણમાં પાણી આવ્યા છે. ત્યારે બાયડના ઉત્તરે આવેલ લીંબ ગામે માજુમ નદીમાં ગામના ત્રણ યુવકો બુધવારે બપોર બાદ નાહવા માટે ગયા હતા. જેમાં ત્રણેય યુવકો ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા. એ સમયે જેમ તેમ કરીને બે યુવકો બચવા પામ્યા હતા, પરંતુ ત્રીજો 20 વર્ષીય ધર્મેન્દ્રસિંહ પરમાર પાણીમાં ગરકાવ થયો. જેથી વહીવટી તંત્ર અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા હતા.અંબાલિયારા પોલીસ પણ ત્યાં આવી અને યુવકને શોધી કાઢવા માટે મોડાસા પાલિકા ફાયરની ટીમને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે રેસ્ક્યુ શરૂ કાર્યું હતું. 24 કલાકની શોધખોળ બાદ આજે સવારે લીંબથી 1.5 કિમી જેટલા દૂર વાસણી ગામે નદીમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો. જેથી મોડાસા પાલિકાના ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલા સહિત સ્ટાફ મિત્રોએ મૃતક ધર્મેન્દ્રસિંહ પરમારના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.