સાતમા પગાર પંચના પડતર માગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો

અરવલ્લી
અરવલ્લી

(રખેવાળ ન્યૂઝ)અરવલ્લી,
ધનસુરા ખાતે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ગુજરાતના ઉપપ્રમુખ રોહિત પટેલ (જે.એસ મહેતા હાઇસ્કુલ ધનસુરા) તથા હિતેશભાઈ પટેલ (ઉપપ્રમુખ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ અરવલ્લી ધનસુરા જે.એસ. મહેતા હાઈસ્કૂલ) અને શિક્ષકો એ પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો શિક્ષકોએ સાતમા પગાર પંચના તફાવતના બાકી હપ્તા તાત્કાલિક ચુકવવા, પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી, જી.પી.એફ અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવો તથા ફાજલ ના કાયમી રક્ષણના પરિપત્ર માં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા જેવી માગણીઓને લઈને શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ગુજરાત ના ઉપપ્રમુખ રોહિત પટેલ (જે.એસ મહેતા હાઇસ્કુલ ધનસુરા) તથા હિતેશભાઈ પટેલ (ઉપપ્રમુખ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ અરવલ્લી ધનસુરા જે.એસ. મહેતા હાઈસ્કૂલ) સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.