
ભિલોડા આંગણવાડી કાર્યકરોને પોતાનો પગાર ચૂકવવામાં ન આવતા વિરોધ
આમ જનતાની કોઈપણ માગ હોય તો જનતા એ સરકાર સામે આંદોલન કરવા પડતા હોય છે ત્યારે તેમના પ્રશ્નો હલ થાય છે પણ સરકારી તંત્ર એ જ સરકાર સામે દેખાવો કરવા પડે એવી ઘટના ભિલોડા નગરમાં સામે આવી છે.
વાત છે ભિલોડા તાલુકા આંગણવાડીઓમાં ફરજ બજાવતી કાર્યકર બહેનોની આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવતા હોય છે. ત્યારે સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણક્ષમ આહાર સાથે બાળકોને પાયાનું જ્ઞાન આપવાનું નક્કી કરેલG છે. એના માટે આંગણવાડી કાર્યકરો દ્વારા માલસામાન બજારમાંથી લાવવાનો હોય છે. એના બિલ સરકારમાંથી પાસ કરાવીને ચૂકવવાના હોય છે. ત્યારે કાર્યકરો દ્વારા છેલ્લા બે મહિનાથી તંત્ર દ્વારા નાણાં મંજુર કરાયા ના હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે તેમનો પોતાનો પગાર પણ મળ્યો નથી. જેથી સૌ આંગણવાડી કાર્યકરો એ આજે એકઠા થઇ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરાયો છે.