
મોડાસાના દાવલીનો હોવાનું અનુમાન, મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો
મોડાસાના મહાદેવગ્રામ પાસે આવેલી મેસ્વો નદીમાં આજે બપોરે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના સમાચાર ગામમાં વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ મોડાસા રૂલર પોલીસને મૃતદેહ અંગે જાણ કરી પોલીસ મેસ્વો નદી કિનારે આવી મૃતદેહને ગ્રામજનોની મદદથી બહાર કઢાયો. મૃતદેહને જોતા આ યુવક મોડાસાના દાવલી ગામનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. પોલીસે યુવકના વ્હાલી વારસોની શોધખોળ હાથ ધરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવક કઈ રીતે નદીમાં પડ્યો અને આકસ્મિક મોત નીપજ્યું તે અંગે રહસ્ય અકબંધ છે.