
મોડાસામાં રામનવમી અને રામઝાન માસને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતર્ક
અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શહેર પહેલેથી જ સંવેદનશીલ મનાય છે. ત્યારે તહેવાર ટાણે કોઈ અસામાજિક તત્વ ભંગ ના પાડે તે માટે શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ હાથ ધરાતું હોય છે. ત્યારે જિલ્લા ડીવાયએસપી કે.જે ચૌધરી દ્વારા મોડાસા શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી. ફૂટ માર્ચમાં મોડાસા ટાઉન પોલીસ સહિત, એલસીબી, એસઓજી, અને હોમગાર્ડ જવાનો જોડાયા હતા. સમગ્ર મોડાસા શહેરમાં આ રેલીએ ભ્રમણ કર્યું હતું. જેને કારણે શહેરના માફિયાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અચરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે જિલ્લા પોલીસની તહેવારોને લક્ષ રાખી સતર્કતા જોઈ આમ જનતામાં પણ ખુશી વ્યાપી છે.