
અરવલ્લીમાં વધતી જતી રાંધણ ગેસ સિલિન્ડર ચોરીની ફરિયાદને લઈ પોલીસ સતર્ક
છેલ્લા 15 દિવસમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગેસ સિલિન્ડર ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મધ્યાહન ભોજન વિભાગ અને આંગણવાડીમાં ગેસ સિલિન્ડર ચોરીની વધુ ફરિયાદો નોંધાઇ છે. ત્યારે સમગ્ર ઘટનાઓને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
ત્યારે પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સિલિન્ડર ચોરી બાબતે સર્ચ હાથ ધર્યું હતું, અને કુલ 1 લાખ 35 હજારની કિમંતના 50 સિલિન્ડર ઝડપી મોડાસા શહેરના 4 સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હજુ પણ વધુ સર્ચ હાથ ધરાય તો વધુ ગેસ સિલિન્ડર મળી આવવાની સંભાવના છે.