વિજયનગર પોળો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ માટે પાર્કિંગ અને આવન-જાવન માટે ટુરીઝમ બસ સુવિધા અંગે કલેકટર લીધો ર્નિણયઃ કાલથીજ બસ શરૂ થશે

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : અરવલ્લીની ગિરીકંદરમાં સોહામણા સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં આવેલુ પોળો ફોરેસ્ટ વર્ષાઋતુમાં વરસાદી માહોલથી સોળેકલાએ ખીલી ઉઠ્‌યું છે અને આ જગ્યાએ દિન પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. રજાના દિવસોમાં ૨૫ થી ૩૦ હજાર જેટલા પ્રવાસીઓ અહિ ફરવા માટે આવે છે. આ ધસારો-આકર્ષણ હજી વધવાની સંભાવના રહેલી છે આ સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલની અધ્યક્ષતામાં ફોરેસ્ટ, ટુરીઝમ, પોલીસ, મામલતદાર, પ્રાંત અને ટુરીઝમ કમિટીમાં સામેલ માર્ગ મકાન, માહિતી અને મહેસૂલના સબંધિત અધિકારીઓ તથા અધિક કલેકટરશ્રી મોદી ઉપસ્થિત રહીને પોળો ફોરેસ્ટ ડેવલોપમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા અને આયોજન આ બેઠકમાં કરવામાં આવી અને ડી.એલ.આર પાસેના નકશાઓનું બેઠકમાં નિરીક્ષણ કરી કયાં કેવી રીતે પાર્કિગ વ્યવસ્થા ગોઠવાય તેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેકટર સી.જે.પટેલે જણાવ્યું હતું કે, અહિ આવતા પ્રવાસીઓ વાહન પાર્કિગ માટે સરકારી પડતર જમીન છે તેન ેસમતળ કરીને હયાત ટેન્ટસીટીમાં પાર્કિગ કરવું અને ત્યાં વાહનો પાર્ક કરીને ટુરીઝમની બસમાં પ્રવાસીઓને લઇ જવા અંગે બેઠકમાં જ પ્રવાસન નિગમ સાથે ફોન પર વાત કરી મહત્તમ બસો ફાળવવા અંગે ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૦ બસોની માંગણી કરી છે. જે કાલથી જ શરૂ થશે અને પ્રવાસીઓને સુવિધા ઉપલબ્ધ થશે અને ખાનગી રીક્ષાઓ પણ અવર-જવર કરી શકશે, અંદાજે ૪ થી ૫ કિ.મીનું અંતર આ વાહનો દ્વારા કરાવાશે જેમાં મુખ્યત્વે જેવા કે સૂર્યમંદિર, કિર્તી મંદિર, શારણેશ્વર, તિથિ તોરણ અને હરણાવ ડેમ ફોરેસ્ટ સુધીના ટુરીસ્ટ પોઇન્ટ કવર કરવામાં આવશે અને સ્થાનિક મામલતદાર, ફોરેસ્ટ અને પોલીસ વિભાગ આ સમગ્ર વ્યવસ્થાનું વ્યવસ્થિત રીતે સંચાલન થાય તેનું મોનિટરીંગ કરવામાં આવશે. આ વ્યવસ્થા આગામી ફેબ્રુઆરી સુધી રાખવામાં આવશે. સુરક્ષિત, સલામત પ્રવાસીઓ રહે તે માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ અનુરોધ કયેર્ા હતો.પાર્કિગ અને બસ સુવિધા હાલ પુરતી વિનામૂલ્યે રાખવમાં આવી છે પણ તેમાં એન્ટ્રી પોઇન્ટ પાસ અંગે જરૂરી ફિ લઇને જઇ શકાશે અને સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. ફોરેસ્ટ, ટુરીઝમ અને પોલીસ વિભાગના સબંધિત અધિકારીઓને સંયુકત રીતે સ્થળ પર જઇને સુચારૂ આયોજન કરવા બેઠકમાં જણાવીને સ્થળ પર જવા રવાના કરાયા હતા અને હયાત પરિસ્થિતિ પ્રમાણે આયોજન અને વ્યવસ્થા ગોઠવવા આ બેઠકમાં જણાવ્યું હતું અને પાર્કિંગ અને સાઇન બોર્ડ મુકવા પણ બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો. જરૂર પડે ખાનગી માલિકીની જગ્યામાં પણ પાર્કિગ કરીને વધુમાં વધુ પ્રવાસીઓ આવે સગવડ અપાય તેવું આયોજન કરાયું છે.
આ બેઠક પૂર્વે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અંગેની બેઠક મળી હતી. જેમાં તડીપાર, ઘરફોડ, હથિયાર પરવના, આરોપીઓની અટક અને ગુન્હેગારો પર કડક હાથે કામ લેવા કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.