સેવા સપ્તાહના ત્રીજા દિવસે સાયરા જિલ્લા પંચાયત સીટમાં સેવા વૃક્ષારોપણ સાથે સેવાકીય કાર્યક્રમો યોજાયા

અરવલ્લી
અરવલ્લી 106

રખેવાળન્યુઝ સાબરકાંઠા : ભારતના યશસ્વી પ્રધાનસેવક અને ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી ના ૭૦મા જન્મદિન નીમિત્તે સેવા સપ્તાહ તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ના સેવાકીય કાર્યક્રમ ના ઉપક્રમે આજ રોજ મોડાસા તાલુકાના સાયરા જિલ્લાપંચાયત સીટ ના વોલ્વા ખોડિયાર મંદિર મુકામે જિલ્લા મહામંત્રી શામળભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મોડાસા તાલુકા ભાજપા પ્રમુખ ભીખુસિંહ પરમાર, મહામંત્રી , રમેશભાઇ પટેલ, અંકિતભાઇ પટેલ મોડાસા વિધાનસભા અને સહકારી આગેવાન ભીખુસિંહ પરમાર, સહિત આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિ વિશેની સેવા સપ્તાહ દરમિયાન ની સંપુર્ણ માહીતી આપવામાં આવી અને આગામી કાર્યક્રમો વિશે વિશેષ જાણકારી જિલ્લા મહામંત્રી શામળભાઇ દ્વારા આપવામાં આવી હતી અને પેઝ પ્રમુખ બનાવવા અંગેની તજવીજ કરાઇ હતી .આજે મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.