
ACBની ટ્રેપમાં હોસ્ટાઇલ થઇ ગયેલા 2 સરકારી પંચોને નોટિસ ઇશ્યૂ કરાઇ
શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ સામે વર્ષ 2013 માં એસીબી દ્વારા ટેપ કરાતાં કેસમાં સરકારી પંચ તરીકે રહેલા બે કર્મચારીઓ ફરી જતાં મોડાસાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એચ.એન. વકીલે સરકારી વકીલ દિનેશભાઈ પટેલની રજૂઆતના પગલે અત્યારે નડિયાદની જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ ગટર પાણી પુરવઠાની કચેરી નડિયાદમાં ફરજ બજાવતા બંને કર્મીઓને હોસ્ટાઈલ જાહેર કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કેસમાં ફરી ગયેલા સરકારી પંચોને શિક્ષાત્મક કાર્યવાહી કરવા દ્વારા નોટીસ ઇસ્યૂ કરાઇ છે.
અરવલ્લી જિલ્લા સરકારી વકીલ દિનેશભાઈ પટેલે જણાવ્યું કે શામળાજી આર.ટી.ઓ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારી સામે 2013માં એસીબી દ્વારા ટ્રેપ કરાઇ હતી. જે કેસ 02-2015 મોડાસાના એડિ.સેશન્સ જજ એચ.એન.વકીલની કોર્ટમાં ચાલી જતાં કેસમાં પુરાવાના ભાગે રજૂ થયેલ પંચ સરકારી પંચ નં-1 હિરૂભાઈ ગોવિંદભાઇ બ્રહ્મભટ્ટ જૂનિયર ક્લાર્ક ના.કા.ઈ. જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ ગુજરાતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી નડિયાદ અને પંચ નં-2 રતિલાલ ધુળાભાઈ પરમાર વર્ક આસિસ્ટન્ટ ના.કા.ઈ જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ ગટર પાણી પુરવઠા ગટર વ્યવસ્થા લોર્ડની કચેરી નડિયાદે તેમની કોર્ટની રૂબરૂ ની જુબાનીમાં પોલીસ અધિકારી સમક્ષ જાહેર કરેલી હકીકતોને કોર્ટ રૂબરૂ સમર્થન ન આપતાં સરકારી વકીલે હોસ્ટાઇલ જાહેર કરવા મૌખીક વિનંતી કરી રજૂઆત કરતાં કોર્ટે બંને સરકારી કર્મીઓને હોસ્ટાઇલ જાહેર કર્યા હતા.
જેથી તેઓ ઇપીકો કલમ 193 મુજબ શિક્ષાને પાત્ર ગુનો ગણીને તેઓ સામે તે બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તેનું કારણ દર્શાવી નોટિસ તેઓના ખાતાના વડા મારફતે ઈસ્યુ કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો. બંને પંચોને નોટિસ ઇસ્યુ કરવા બાબતેના હુકમની અમલવારી માટે નાયબ કાર્યપાલક ઇજનેરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીને જરૂરી યાદી કરાઇ હોવાનું જણાવ્યું હતું.