નનાવાડા ગામે ગણેશ મહોત્સવમાં નાના બાળકોમાં વૈજ્ઞાનિક ગુણધર્મો આવે એવી પ્રેરણા રજૂ કરાઈ
હાલ ભગવન ગણેશજીનો દસ દિવસીય ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો દ્વારા અલગ અલગ પ્રેરણાદાયી થીમ ઉપર ઉત્સવો ઉજવાય છે. માલપુરના નાનાવાડા ગામે નાના બાળકો દ્વારા ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ બનાવી બાળકોને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરાયો છે.
હાલ ગણેશજીનો દસ દિવસીય ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો દ્વારા ટ્રાફિક નિયમન, કારગિલ યુદ્ધ ,નર્મદા ડેમ જેવી અલગ અલગ પ્રતિકૃતિ સહિત ગણેશ સ્થાપન કરતા હોય છે ત્યારે માલપુરના નાનાવાડા ગામે નાના બાળકો દ્વારા તાજેતરમાં જ ઇસરો દ્વારા અંતરિક્ષમાં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ કરાવ્યુ છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ ચંદ્રયાન-3 વિશે જાણકારી સાથે પ્રેરણા મળે તે માટે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ બનાવી અને ભગવાન ગણપતિની મૂર્તિનું સ્થાપન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવી વૈજ્ઞાનિક પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. આમ માલપુરના નાનાવાડા ગામે અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે.