બાયડના પુંજાપુર ગામના ૧૫ વર્ષના કિશોરની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

અરવલ્લી
અરવલ્લી

જર,જાેરુ અને જમીન આ ત્રણ કજિયાના છોરું એની હકીકત સાચો પડતો બનાવ તાજેતરમાં અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પુંજાપુર ગામે એક યુવાનની હત્યા કરાયેલી લાશ લોહીલુહાણ હાલતમાં ઘરની નજીક મળી આવતાં સાબિત થયું છે. તાજેતરમાં પુંજાપુર ગામે લોહીલુહાણ હાલતમાં ૧૫ વર્ષના કિશોરની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. હત્યા કરાયાની ઘટના સામે આવતાં અનેક તર્ક-વિતર્ક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો હત્યા કરાયાનું જાણમાં આવતાં લાશ મળ્યાનો ગુનો દાખલ કરી બાયડ પોલીસ અને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રે અથાગ પ્રયત્નો કરી ઊંડી તપાસ આદરી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડયો હતો કિશોરને ઝડપી લેતાં તપાસમાં ચોકાવનારી હકીકતો બહાર આવવા પામી હતી પોતાની માતા કોકીલાબેનને મરનાર યુવક સાથે આડા સંબંધના વહેમમાં રાત્રીના સમયે ઝાડીઝાંખરામાં સાથે જાેઈ જતાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે અને ગાલના ભાગે ઇજાઓ પહોંચાડી ઘટનાસ્થળે સચિન કુમાર પ્રવીણભાઈ પગી નું મોત નિપજાવ્યું હતું બનાવની રાત્રે પોતાની માતા કોકીલાબેન ને મરણ જનાર યુવક સચિન સાથે ઘરની નજીક મળતો અને આડાસંબંધના વહેમમાં કિશોર નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો કુહાડી જેવા ધારદાર હથિયારથી મોત નિપજાવ્યું હતું ઉપર મુજબની કેફિયત કિશોરે પોલીસ તપાસમાં જાતે કબૂલી સત્ય કબુલી ઉપયોગમાં લેવાયેલ કુહાડી, સ્વેટર અને મોબાઈલ પણ બતાવ્યા હતા આમ અરવલ્લી જીલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ તંત્રને હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.