
મોડાસા પાલિકા વિસ્તારમાં દબાણકર્તા સામે પાલિકા તંત્રની લાલ આંખ
મોડાસાના દેસાઈવાડા વિસ્તારમાં રહીશોના વર્ષો જુના ગેરકાયદેસર દબાણો ખુબજ નડતરરૂપ સાબિત થયા છે. ત્યારે મોડાસા પાલિકાની ટીમે આવા દબાણકર્તા સામે કામગીરી હાથ ધરી છે. મોડાસાના ભરચક એવા દેસાઈવાડા વિસ્તારમાં પાલિકાની ટીમે સર્વે કરતા ગેરકાયદેસર 16 દબાણો નકકી કર્યા હતા. તે મુજબ પાલિકાના એન્જિનિયર દેવાંગ સોનીની આગેવાનીમાં તમામ 16 દબાણો પર બુલડોઝર ફેરવી તમામ દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આમ દબાણો દૂર થતાં સ્થાનિક જનતામાં ખુશી વ્યાપી છે.