
ભાદરવી પૂર્ણિમા નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા મોડાસાથી શામળાજી નાઈટવોક સુરક્ષા યાત્રા યોજાઈ
ભાદરવી પૂનમે પદયાત્રીઓ ચાલતા અંબાજી જતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના દર્શન માટે પણ પદયાત્રા કરી ભક્તો શામળાજી જતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ પણ પદયાત્રા કરી ચાલતા શામળાજી જઈ સુરક્ષા યાત્રામાં જોડાઈ હતી.ભાદરવી પૂર્ણિમાના દિવસે ભક્તો સમગ્ર ગુજરાતભરમાંથી ચાલીને અંબાજી માતાજીને શિષ ઝૂકાવવા જતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે પણ ભક્તો ચાલીને શામળાજી જતા હોય છે. આ તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસ તંત્ર પણ ખડે પગે રહીને સુરક્ષા માટે તૈનાત હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ પણ પદયાત્રીઓની સાથે નાઈટ વોક કરી શામળાજી પહોંચી હતી.
ચાલતા પદયાત્રીઓની સુરક્ષા પણ સચવાય, પોલીસ પણ ભગવાનના ચાલીને દર્શન કરે અને તંદુરસ્તી પણ જળવાય એવા આશય સાથે જિલ્લાના 150 કરતા વધુ પોલીસ કર્મચારીઓ સહિત જિલ્લા પોલીસવડા શેફાલી બરવાલ મોડાસાથી શામળાજી પદયાત્રા કરી પહોંચ્યા હતા. આમ અરવલ્લી પોલીસ દ્વારા શ્રદ્ધા અને ફરજનો અનોખો સંયોગ જોવા મળ્યો હતો.