
અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય
હાલ ચોમાસુ ઉત્તરાર્ધમાં છે, ત્યારે કોઈક કોઈક જગ્યાએ વરસાદ થતો હોય છે. ત્યારે કોઈક જગ્યાએ દૂષિત વાતાવરણ જણાતું હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું છે.અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. બે દિવસ આગાઉ વરસાદી જાપટા આવ્યા બાદ આજે વહેલી સવારથી જિલ્લા વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હાઇવે રોડ પર વાહનચાલકોને પણ લાઈટ ચાલુ કરી જવાનો વારો આવ્યો છે.
ધુમ્મસના કારણે ખેતીપાકને પણ અસર પહોંચી શકે છે. ખાસ કપાસ, સોયાબીન અને દિવેલાના પાકમાં અસર થવાની શક્યતા છે. ત્યારે ચોમાસુ ઉત્તરાર્ધમાં હોય અને સવારના પહોરમાં ધુમ્મસ છવાય ત્યારે ચોમાસુ વિદાય તરફ હોય એવું મનાય છે. ત્યારે આવા દૂષિત વાતાવરણથી બીમારી આવવા ની પણ સંભાવના છે.